બધાના ફાનસ બુઝાયેલાં છે

   

                           બધાના ફાનસ બુઝાયેલાં છે

             એક પ્રગ્નાચક્ષુ વ્યક્તિ પોતાના ઘરેથી રાત્રે વિદાય થવા લાગ્યો. એ સમયે મિત્રે પોતાનું ફાનસ એના હાથમાં પકડાવી દીધું. પ્રગ્નાચક્ષુ એ કહ્યું , ' હું ફાનસ લઈને શું કરીશ ? કારણ કે અંધારું અને પ્રકાશ બને મારા માટે સરખાં જ છે. '
મિત્રે કહ્યું , ' રસ્તો શોધવા માટે તો તારે એની જરૂર નથી. એ હું જાણું છું. પરંતુ અંધારમાં કોઈ વ્યક્તિ તારી સાથે અથડાઈ ન જાય એ માટે ફાનસને તું સાથે લઈ જ.'

               પ્રગ્નાચક્ષુ વ્યક્તિ ફાનસ લઈ ને થોડે દૂર માંડ ગયો હશે ત્યાં એક વટેમાર્ગુ એની સાથે અથડાઈ ગયો. પ્રગ્નાચક્ષુ ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે, " જોઈને તો ચાલો , આ ફાનસ દેખાતું નથી ? "
               વટેમાર્ગુ એ કહ્યું , " ભાઈ, તારા ફાનસની લાઈટ તો બંધ છે. "

                આ આપણાં બધાની વાત છે.

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU