THANK YOU

Thank you આ શબ્દ સાંભળતા જ મન માં લાગણી નો પ્રવાહ વહેવા લાગે છે. કોઈ તમને દિલ થી thank you કહે અને તમે એ thank you ને deserve કરતાં હોઉં તો એ ટાઇમ ની જે ફીલિંગ્સ હોય એ અલગ જ હોય છે. 

પરંતુ આજ કાલ તો એ શબ્દ thank you માત્ર ફોર્મલિટી જેવો બની ગયો હોય એમ લાગે છે. આજ કાલ તો એવા dialog સાંભળવા મળે કે relationship કે દોસ્તી મા નો થૅંક્સ નો સૉરી . પરંતુ હકીકત મા જોઈ એ તો એ 2જ શબ્દ જ ઇંપૉર્ટેંટ છે. જે ખાલી શબ્દ નથી પણ જગત છે. ખેર જે હોય તે બધા ની વિચારસરણી અલગ અલગ હોય છે. પણ કહેવાય છે ને કે દુનિયામાં 100% માણસો સારા પણ નથી હોતા ને 100% ખરાબ પણ નથી હોતા. એટલે જેના પાસે થી જે મળે એ સ્વીકારી લેવું. ચાહે એ ફોર્મલીટિ વાળુ થૅંક્સ હોય કે રીયલ. રીયલ થૅંક્સ ની વાત આવી તો મને મારી જિંદગીમાં બનેલી એક ઘટના યાદ આવી ગઈ.  


                  હું કૉલેજ ના ફર્સ્ટ યર માં હતી. મારે સ્કૉલરશિપ માટે નું થોડું કામ હતું. હું પરાણે પરાણે બૅન્ક માં ગઈ અને સ્કૉલરશિપ માટે ના જે ડૉક્યુમેંટ્સ હતાં તે આપી આવી. બૅન્ક માં મેં ફોર્મલિટી માટે સર ને થૅંક્સ કીધું. પરંતુ અ પછી જે થયું એને મારી વિચારસરણી ચેંજ કરી નાખી. એ સર પોતાનું કામ કરતા હતાં પણ મારા ફોર્મલિટી ના થૅંક્સ માટે તેમણે મારી સામે જોયું અને ગજબ ના સ્મિત સાથે " its my pleasure " જવાબ આપ્યો. આ સાંભળતા જ મારો બધો થાક ઉતરી ગયો. મને એ ભૂલાઈ ગયું કે હું પરાણે બૅન્ક માં ગઈ હતી. કેટલું સરલ વ્યક્તિત્વ. હું તો ખુશ જ થઈ ગઈ. મારા થૅંક્સ માં માત્ર ફોર્મલિટિ હતી તો તેમના જવાબ માં તેમનું વ્યક્તિત્વ દેખાતું હતું. જે કેટલું સરલ હતું. આટલી ઊઁચી પોસ્ટ પર આટલું સરલ વ્યક્તિત્વ.  

         THANKS YOU બધા ને મારું લખેલું વાંચવા માટે.           

                                       લી. Bhavi@16

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.