પ્રેમ હોય કે પ્રોબ્લેમ , બોલી દે !!!!!

એક કપલ હતું. બંને વચ્ચે સારૂ બને. સારૂ બનતું હોય તો પણ ઝઘડા ના થાય એવું જરૂરી નથી. એ બંને ને પણ ઝઘડા થાય. 

માથાકૂટ કરે અને પત્ની નારાજ થાય એટલે પતિ પત્ની ની અંગત ફ્રેન્ડ ને ફોન કરે. તારી ફ્રેંડ પાછી બગડી છે. કંઈક કર ને , જેથી વતાવરણ હળવું થઈ જાય. એ ખબર ના પડે એ રીતે કંઈક કાર્યક્રમ ગોઠવી કાઢે. હસે - બોલે અને ફ્રેંડ અને એના હસબન્ડ  વચ્ચે સરખું થઈ જાય એવા દિલ થી પ્રયાસ કરે.  

              એક સમયની વાત છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. બોલવાનું થયું. પત્ની એ છેલ્લે એમ કહ્યું કે , એક વાત યાદ રાખજે. મારી ફ્રેંડ ને ફોન ના કરતો. તું કે એ મને ખબર ના પડે એવા પ્રયાસો કરો છો. પણ દર વખતે કંઈક બને અને મને ખબર ના પડે એવી હું મૂર્ખ નથી. આ વાત કહેવા માટે પણ પતિ એ તેની ફ્રેંડ ને ફોન કર્યો. ફ્રેંડે કહ્યું કે , તેની વાત સાચી છે. તેને મનાવવા નો રસ્તો તું જ શોધી કાઢ. એને માનવું હોય છે, એને પેમ્પર થવું હોય છે. ક્યાં સુધી તું મારી મદદ લેતો રહીશ ??? તું તારા માં જ શોધ ને કે એ કેવી રીતે માને ?? એ દિવસે પતિ એ પત્ની ને મનાવી. અને પત્ની માની પણ ગઈ. તેને કહ્યું કે , તું મારી ફ્રેંડ ની મદદ લેતો તો એમાં કંઇ ખોટુ ન હતું. તરી અલ્ટિમેટલિ મને રાજી કરવી હતી. મારી ફ્રેંડ પણ સારી છે. મારા માટે કંઇ પણ કરે છે. જો કે મને એવી ઇચ્છા હતી કે , તું જ મને મનાવે.


         

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU