ઘણા સબંધો દેખતા હોય છે સમજદારીવાળા , પણ હોય છે સમજૂતીવાળા

પ્રેમ હોય કે પ્રોબ્લેમ , બોલી દે !!! પોસ્ટ માં આપડે 1 પતિ પત્ની ની વાત કરી હતી. જેમા પતિ પોતની પત્ની ને મનાવવા માટે તેની ફ્રેંડ નો ઉપયોગ કરતો. પરંતુ એક વાર  તેને પોતની જાતે ટ્રાય કરવી પડી અને તે શફળ પણ થયો. આવા જ બીજા કપલ ની વાત.

            એક બીજા પતિ પત્ની ની વાત સાવ અલગ છે. પત્ની ક્યારેય કોઈ વાતે નારાજ ન થતી. ઝઘડો ન કરતી. ગુસ્સે ન થતી. એક દિવસ તેના પતિ એ તેને પુછ્યુ કે , તુ ક્યારેય કેમ  કોઈ વાતે નારાજ થતી નથી?? પત્ની એ સાવ ટૂંકો જવાબ આપ્યો , તુ મનાવતો નથી ને એટલે !!! મારે પોતાની રીતે જ માની જવાનું હોય તો એવી નારાજગી નો મતલબ શું ?? હા , ઘણી વાર મને ગુસ્સો આવે છે , ઝઘડવા નું મન થાય છે. હું નથી ઝઘડતી , સમાધાન શોધી લઉં છું. તને સમજુ છું ને !! તારો મૂડ પારખું છું. તને મનાવવા ની આદત જ નથી. અગાઉ એક - બે વાર નારાજ થઈ હતી. મન માં થતું હતું કે તુ મને મનાવે. તે કંઇ જ ન કર્યુઁ. જાણે કંઇ બન્યું જ નથી એવી રીતે તું રહેવા લાગ્યો. મે મન મનાવી લીધું અને મન ને મનાવ્યે રાખવાની આદત કેળવી લીધી છે. ઘણા સબંધો દેખતા હોય છે સમજદારીવાળા , પણ હોય છે સમજૂતીવાળા. 

                સબંધ માં ઇગ્નોરંસ એ સૌથી ખરાબ વાત છે. ફોન બંધ કરી દેવો , ફોન ન ઉપાડવો , મેસેજ નો જવાબ ન આપવો અથવા તો કંઇ જ પડી નથી એવું વર્તન કરવું એ ક્રૂરતા ની જ નિશાની છે.


Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU