પંખીની પ્રાર્થના


એક વખત એક મંદિરના જીર્ણોધારનુ કામ શરુ થયુ,
તેમાં આશરો લેતા કબૂતરોની દશા કફોડી થઈ, તે સમયે બાજુમાં આવેલ મસ્જિદના કબૂતરોએ મંદિરના કબૂતરોને મસ્જિદમાં આશરો આપ્યો



થોડાક દિવસો બાદ ચર્ચના કબૂતરો મંદિરના કબૂતરોને ચર્ચમાં આશરો આપ્યો ત્યારબાદ ગુરુદ્વારા અને દેરાસરમાં પણ કબૂતરોએ આશરો લીધો.

તે સમય દરમિયાન મંદિરના જીર્ણોધારનું કામ સંપૂર્ણ થયુ, એટલે મંદિરના કબૂતરો ફરી મંદિરમાં રહેવા આવી ગયા.
 ત્યારે એક નાના કબૂતરે એક  ઘરડા કબૂતરને સરસ  પ્રશ્ન કર્યો,

કે આપણે મંદિરમાં રહ્યા મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વાર, દેરાસર બધેજ રહ્યાં તો પણ આપણે તો કબૂતર તરીકે જ ઓળખાઈએ,  જ્યારે જે માણસો મંદિરમાં જાય તે હિન્દુ,
મસ્જિદમાં જાય તે મુસ્લિમ, ચર્ચમાં જાય તે ઇસાઇ કહેવાય
ગુરુદ્વારા જાય તેપંજાબી,  દેરાસર જાય તે જૈન તરીકે ઓળખાય આમ કેમ?

ત્યારે પેલા ઘરડા કબૂતરે ઉત્તર આપ્યો આપણે સહુ પંખી રહ્યા, આપણામાં બુધ્ધિ ન હોય. આ તો માણસ જાત જે પોતાને બુદ્ધિશાળી સમજે છે.

બુદ્ધિ હોય ત્યાં પ્રપંચ હોય, નકરૂં ગણિત હોય, લાગણી- પ્રેમ- ભાવના બુદ્ધિથી કોશો દૂર રહે છે. આપણને કોઈ સરહદ નથી,  પાસપોર્ટ નથી કબુતરને કબુતરનો ભય નથી. જ્યારે માનવીને માનવી પર ભરોસો નથી. તને ખબર છે ધર્મને નામે સૌથી વધુ યુદ્ધ થયા છે અને વધુ માનવાની કતલ થઈ છે.

પ્રભુ આવતે ભવે માનવ ભવ ના મળે એ પ્રાર્થના

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU