કાં પ્રેમ કર કાં નફરત કર

એક છોકરા અને છોકરી ની આ વાત છે. બંને સાથે સ્ટડી કરતાં હતાં. એકબીજા પ્રત્યે ઉમદા લાગણી હતી. છોકરા ને એક વખત એવી ખબર પડી કે તેની ફ્રેંડ બીજા કોઈ ને પ્રેમ કરી છે. આ વાત થી છોકરો છંછેડાયો.ધીમે ધીમે બંને વચ્ચે ડિસ્ટન્સ વધતું ગયું. છોકરો તેની ફ્રેંડ ની પીઠ પાછળ એની બુરાઈ કરતો. સાથે હોય ત્યારે વળી સારી રીતે રેહતો. એક વખત છોકરી એ ચોખ્ખું પૂછી લીધું કે તને પ્રોબ્લેમ શું છે ? તું કેમ આવું કરે છે ? યાર, કાં પ્રેમ કર,કાં નફરત કર પણ આવું ન કર ! જે કેહવુ હોય એ મને કહે ને ! દોસ્તી માં એટલો અધિકાર તો છે જ. દોસ્તી ન ગમતી હોય તો ના પાડી દે, પણ આમ બંને તરફ થી રમત ન રમ. બીજું કોઈ મારા વિશે કંઇ ઘસાતું બોલ્યું હોત તો હું પરવા ન કરત, એની પાસેથી તો કોઈ અપેક્ષા જ ન હોય, પણ તારી પાસે એટલી તો અપેક્ષા છે જ કે જે સંબંધ રાખ એ પૂરેપૂરો રાખ. આધા અધૂરા નહીં, પૂરેપૂરા મધુરા !


સોશિયલ મીડિયા ઉપર કંઈક અપલોડ કર્યા પછી સેંકડો લાઇક્સ મળે, પણ જેની અપેક્ષા હોય એની લાઈક ન મળે ત્યારે થોડોક ખાલીપો અનુભવાતો હોય છે. હજારો લોકો અભિનંદન આપતા હોય અને એક વ્યક્તિ ન હોય ત્યારે કંઈક ખૂટતું લાગે છે. તાળીઓ પડતી હોય ત્યારે તેનો ધ્વનિ કાન ને સ્પર્શતો હોય છે. પણ થોડીક તાળી સીધેસીધી  દિલ ને સ્પર્શતી હોય છે.

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU