આપણને દુખતી રગ ખબર હોય છે , સુખતી રગ ખબર હોતી નથી.

એક યુવાન હતો. તેને લવ મેરેજ કર્યો હતા. તેની પત્ની સ્ટ્રોંગ નેચર ની હતી. 

તેને કહ્યું કે , અમારે ઝઘડા થાય છે. ઘણી વખત તો એવી ફાલતુ વાતો માં ઝઘડા થાય છે કે ખુદ મને અચરજ થાય કે આવા આવા મુદ્દે તે કંઇ આટલું  માથું બગાડાતું હશે, પણ અમે ઝઘડીએ છીએ. મારાથી કંઈક લોચો થઈ ગયો હોય એટલે મને ખબર જ હોય કે આજે દસ - પંદર મિનિટ સાંભળવા નું છે. હું એ તૈયારી સાથે જ જાવ. એને જ બોલવું હોય એ બોલવા દઉં. પછી પ્રેમ થી કહું છું કે, હવે તે બોલી લીધું હોય તો હું કંઈક વાત કરું. એ ગુસ્સા થી બોલશે કે હા બોલ. હું એટલું જ કહું છું કે, હું તને બહુ પ્રેમ કરું છું. એ કહે છે કે હા હવે તું નાટક કર. હું એને કહું છું કે યાર, હું તને મનાવવાનો અને  પટાવવાનો પ્રયાસ કરું છું અને તને નાટક લાગે છે. પ્લીઝ માની જાને. એ માની જાય છે અને હસવા લાગે છે.

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU