મારા બધા નિર્ણયો ખોટા સાબિત થયા છે!!!!!!!

એક દીકરીએ કરિયર વિશે પિતાને થોડાક પ્રશ્નો પૂછ્યા અને નિર્ણય માં મદદ કરવા કહ્યું. નિખાલસ પિતા એ હસીને કહ્યું કે, દીકરા, તારા નિર્ણય તું જ લે. મે તો મારી જિંદગીમાં જેટલા નિર્ણયો લીધા છે એ ખોટા સાબિત થયા છે.

 દીકરી એ કહ્યું કે, પપ્પા, હું તમને એટલા માટે સમજુ માનું છું કે તમે પોતે તમારા નિર્ણયો લીધા છે. ખોટા પડ્યા એના કારણો જુદા છે. જિંદગીના બધા જ નિર્ણયો સાચા પડે એ જરૂરી નથી. હું તમને મારા વતી નિર્ણય કરવા નું નથી કહેતી, મારે તો ફક્ત એ જોવું છે કે, મારા નિર્ણય વિશે તમે છું માનો છો??? મારા નિર્ણય માં મને તમારા અનુભવ ની જરૂર છે, જેથી હું કોઈ ભૂલ કરી ન બેસું!!!! 

               સમજણ વ્યક્તિગત હોય છે. અંગૂઠા ની છાપ ની જેમ બે વ્યક્તિઓની સમજણ પણ એક સરખી ન હોઇ શકે, જો લોકો ની સમજણ એક સરખી હોત તો કદાચ દુનિયામાં આટલા વિવાદ ન હોત. જો બધા એક સરખું વિચારતાં હોત તો કદાચ દુનિયા આટલી રોમાંચક ન હોત અને સંબંધો આટલા કૉંપ્લિકેટેડ ન હોત.

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU