ચિંતા થાય છે એટલે.......... ચિંતા એના માટે અવરોધ તો નથી બની જતી ને ?????

                 અમુક કામ કરવા વિશે એક બાપ દીકરા વચ્ચે ચર્ચા થતી હતી. દીકરા એ કહ્યું કે મે નક્કી કરી નાખ્યું છે કે, મારે આમ જ કરવું છે.પિતા એ કહ્યું કે, જો તે નક્કી જ કરી નાખ્યું હોય તો ચર્ચા કરવા નો કોઈ મતલબ નથી. હા કોઈ વાત વિશે ચર્ચા કરવાનો અવકાશ હોય તો આપણે  ચર્ચા કરીએ. તારી વાત મને સાચી નથી લાગતી, પણ એનો મતલબ જરાયે એવો નથી કે તારો નિર્ણય ખોટો છે. હું મારી બુદ્ધિ થી વિચારું છું. મારી ક્ષમતા થી વિચારું છું. મને થયેલા અનુભવોને આધારે વાત કરું છું. તારી ક્ષમતા અલગ હોઈ શકે છે. હા, તને એટલું કહું છું કે, તું સફળ થઈશ કે નિષ્ફળ હમેશાં તારી સાથે હોઈશ.         

            મોટા ભાગે આપણે આપણી સમજ બીજા પર ઠોકી બેસાડતાં હોઈએ છીએ. આપણે ઈચ્છીએ એવું જ આપણી વ્યક્તી કરે એવો આગ્રહ રાખીએ છીએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણું ન માને તો આપણા થી સહન થતું નથી. આપણે એવું પણ બોલી દેતા હોઇએ છીએ કે, કરવા દે એને જે કરવું હોય એ, પછડાટ ખાશે ત્યારે એને ભાન થશે.આપણું કોઈ માને નહી ત્યારે આપણે કેમ એનું ભલું ઇચ્છતા નથી ? આપણી સમજ ત્યારે કેમ આપણા સુધી આવી ને અટકી જાય છે ? માણસ પોતાની વ્યક્તિ ને બધું આપી શકે છે, પણ ભૂલ કરવાનો અધિકાર આપતી નથી. બનવા જોગ છે કે એ ભૂલ ન પણ કરે! તારી ચિંતા થાય છે એટલે ના પાડું છું એવું આપણે કહીએ છીએ. આપણે એ નથી વિચારતાં કે આપણી ચિંતા એના માટે અવરોધ તો નથી બની જતી ને?

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU