મન માં કંઇ ના રાખ !!

એક પ્રેમીયુગલ હતુ. પ્રેમી વારે વારે નાની નાની વાત થી નારાજ થઈ જાય. તું મારો ફોન નથી ઉપાડતી, મારા મેસેજ નો જવાબ નથી આપતી, તને મારી કંઇ પડી નથી. ક્યારેક તો મને સવાલ થાય છે કે તું ખરેખર મને પ્રેમ કરે છે કે કેમ ? પ્રેમી નુ મોઢું ચડી જાય.

 નારાજ હોય એટલે એ સવાલ કરવા નુ બંધ કરી દે. એક વખત સામાન્ય કારણસર જ પ્રેમી નારાજ થયો. પ્રેમિકા એ પૂછ્યું, છું થયું ? જવાબ મલયો કંઇ નહી. પ્રેમિકા એ કહ્યું, તું જ્યારે પણ આવો જવાબ આપે છે ને કે કંઇ નહીં, ત્યારે ખરેખર કંઇ હોય છે. શું નારાજગી છે એ બોલી દે ને !! તું બે દિવસ આવો મૂડ રાખી ને પછી બોલીશ એના કરતા અત્યારે જ કહી દે ને !! બોલી દે, મન માં ભાર ના રાખ !!  


                મન માં રાખી ને આપણે પોતે પણ દુઃખી થતા હોઇએ છીએ અને આપની વ્યક્તિ  ને પણ દુઃખી કરતા હોઇએ છીએ. આપની વ્યક્તિ ની નારાજગી જોઈ ને ક્યારેક તો એવુ થાય છે કે, યાર જે કહેવું હોય એ કહી દે ને, ગુસ્સો કરવો હોય તો કરી લેને, ગાળૉ દેવી હોય તો  પણ દઈ દે, પણ આમ અપસેટ ના કર. તારે મને મારી કોઈ ભૂલ નો એહસાસ કરાવવો હોય તો પણ ઝડપ થી કરાવી દે. હું તારા દરેક શબ્દ સહન કરવા તૈયાર છું. પણ તારૂ ભારેખમ  મૌન મારાથી સહન નથી થતું. 


      
                        

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU