એક ટુકડો આસમાન

એક ટુકડો આસમાન
નથી જોતું મારે તારું આખું આકાશ પણ તું મને ખાલી એક ટુકડો તો આપ ..

નથી જોતો મારે આખા જગત નો પ્રેમ તારી પાસે થી બસ તું પ્રેમ ની એક ઝલક તો આપ ...


નથી જોતો મારે તારો બધો જ સમય બસ તું એક પળ તો મને આપ..

તુ ખાલી એક ટુકડો તો આપ...

હું છું તારા રૂપી દરિયા માં રહેતી એક નાનકડી માછલી ..તારાં આખા દરિયા નું પાણી મારે નથી જોતું..પણ તું મને ખાલી હું તારા માં રહી સકુ એટલી જગ્યા તો આપ...

મેં ક્યાં માગ્યું છે આખું બ્રહ્માંડ તારી પાસે ..બસ આ બે પગ ઉભા રહી ને તારી રાહ જોઈ શકે ..એટલી જગ્યા તો આપ...

તું બસ એક ટુકડો આસમાન તો મને આપ

હું એવું નથી કહેતી  કે તું મને તારી જિંદગી બનાવી લે..પણ તારી જિંદગી ને હું મારી સમજી ને જીવી સકુ એવી એક તક તો આપ..

મેં ક્યાં કહ્યું કે તું સદાય મારો બની ને જ રહેજે..પણ એક પળ માટે હું તને મારો કહી શકુ  એવો સહારો તો તું આપ...

મારે આખું આકાશ નથી જોતું બસ તું એક ટુકડો તો આપ...
         

           લી. Bhavi@16

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU