તું ક્યારે તારી સાથે હોય છે.

હું દર્પણમાં શબ્દો ઉતારી શકું તો, 

મને એ રીતે હું પ્રસારી શકું તો, 

સમયની મહત્તા ન રહેશે કશી પણ, 

હું મારા વિશે કંઇ વિચારી શકું તો. 

                                 - મનોજ ખંડેરિયા 

                                      


એક પ્રેમીયુગલની વાત છે. પ્રેમિકા મળે ત્યારે એ ફોન લઇને બેસે. એના ફોટા પાડે. એની વાતો રેકોર્ડ કરે. તું નથી હોતી ત્યારે તને જોવા માટે, તને સાંભળવા માટે આ બધું કરું છું.



પ્રેમિકાએ કહ્યું , તું પછીના સમય માટે અત્યારે આ બધું શા માટે કરે છે? અત્યારે મારી સાથે રહેને !!!! હું તો તારા ચેહરા ને મારી આંખો માં ભરી લઉં છું. તારા સંવાંદ ને ફીલ કરું છું. તારા સ્પર્શ ને માણું છું. તારી સાથે હોઉં ત્યારે જ તો મને લાગે છે કે હું મારી સાથે હોઉં છું. તું ક્યાં હોય છે ?  તું તારી સાથે નથી હોતો. મારી સાથે પણ નથી હોતો. તારા ફોન સાથે હોય છે. તને પછી મને જોવી હોય છે ને ?? હું તો તારો ચેહરો એવો ફીલ કરું છું કે આંખો બંધ કરું છું ને તું તરવરી જાય. જરાક ખોવાઈ જાવ ત્યાં તારા સંવાંદ યાદ આવે. મારે તને યાદ કરવા ફોન ની જરૂર નથી, કારણ કે હું તારી સાથે હોઉં ત્યારે મને જ ફીલ કરું છું.

જે પોતાને ઓળખતો નથી એ બીજા ને ઓળખવા ના મામલે હંમેશાં  ભ્રમ માં હોય છે.   ----  કેયુ 

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU