તો તમે સમજુ છો.

એક પતિ પત્ની હતાં. બંને વચ્ચે વિચારભેદ હતાં. બંને અનેક બાબતે જુદું જુદું વિચારતા, છતાં બંને સાથે રહેતા હતાં. 

એક વખત પત્ની એ પૂછ્યું કે આપણે બંને અનેક મુદ્દે જુદાં જુદાં છીએ, છતાં કેમ સાથે રહી શકીએ છીએ? પતિ એ બહુ સહજતા થી કહ્યું કે, તારી વાત સાચી છે. આપણે અનેક મુદ્દે અલગ પાડીએ છીએ. આમ છતાં એક મુદ્દો એવો છે જ્યાં એક સરખું વિચારીએ છીએ અને તે છે કે, હું તને પ્રેમ કરું છું અને તું મને પ્રેમ કરે છે. તું મારી સમજ જેટલી છે તેટલી સ્વીકારે છે અને હું તારી સમજણ ને આવકરું છું. આપણે એકબીજાનું સન્માન કરીએ છીએ. 

          તમે જો તમારી વ્યક્તિની વાત સમજી શકતા હોવ તો તમે સમજુ છો. 


           જો તમને ખબર હોય કે તમારી વ્યક્તિની પણ પોતાની માન્યતા, પોતના ગમા, પોતના અણગમા, પોતાની ઇચ્છા, પોતાની અનિચ્છા હોય છે તો તમે સમજુ છો. 


           જો તમે તમારા થી અલગ વિચારો ને અપનાવી શકો તો તમે સમજુ છો. 


           આપણા સિવાય ની પણ કોઈ ' સમજ ' હોઇ શકે છે એવું માનતા હોવ તો તમે સમજુ છો. 

     

            આ દુનિયા મારા સિવાય પણ સમજુ લોકોથી ભરેલી છે એવી તમને ખબર હોય તો તમે સમજુ છો.

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

THANK YOU